ઈરાન અને USA વચ્ચે યુદ્ધના ભણકારા! સરકારે નાગરિકો અને એરલાઈન્સને આપી આ સલાહ

ગત શુક્રવારે બગદાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અમેરિકી એર સ્ટ્રાઈક (Air Strike) માં ઈરાનના ટોચના સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાની (Qassem Suleimani) નું મોત થયા બાદ ઈરાન (Iran) દ્વારા બદલાની  કાર્યવાહી તરીકે ઈરાક ખાતે અમેરિકી (USA)  સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલ હુમલા કરવામાં આવ્યાં.

ઈરાન અને USA વચ્ચે યુદ્ધના ભણકારા! સરકારે નાગરિકો અને એરલાઈન્સને આપી આ સલાહ

નવી દિલ્હી: ગત શુક્રવારે બગદાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અમેરિકી એર સ્ટ્રાઈક (Air Strike) માં ઈરાનના ટોચના સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાની (Qassem Suleimani) નું મોત થયા બાદ ઈરાન (Iran) દ્વારા બદલાની  કાર્યવાહી તરીકે ઈરાક ખાતે અમેરિકી (USA)  સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલ હુમલા કરવામાં આવ્યાં. ખાડી દેશોમાં વધતા તણાવને જોતા કેન્દ્ર સરકારે ઈરાક જતા મુસાફરો માટે બુધવારે દિશા નિર્દેશ જાહેર કર્યા છે. 

કેન્દ્ર સરકારે ભારતીયોને ઈરાકની બિનજરૂરી મુસાફરી ટાળવા માટે કહ્યુ છે. કેન્દ્રએ આ ઉપરાંત ઈરાકમાં રહેતા એનઆરઆઈ (NRI)  સમુદાયને પણ સતર્ક રહેવાનું  અને ત્યાં મુસાફરી કરતા બચવા માટે કહ્યું છે. જ્યારે સરકાર તરફથી ભારતીય એરલાઈનોને કહેવાયું છે કે તેઓ ગલ્ફ એર રૂટ્સ પર જવાથી બચે. 

આ VIDEO પણ ખાસ જુઓ...

હકીકતમાં મધ્ય ઈરાકમાં બુધવાર સવારે (સ્થાનિક સમય મુજબ) અલ અસદ એરબેસ પર ઓછામાં ઓછા ડઝન જેટલી મિસાઈલથી હુમલો કર્યો. અહીં અનેક અમેરિકી સૈનિકો તૈનાત છે. ઈરાન દ્વારા પહેલીવાર કરાયેલી જવાબી કાર્યવાહી હતી. નોંધનીય છે કે ગત સપ્તાહે અમેરિકી ડ્રોન હુમલામાં ઈરાની કુદ્સ ફોર્સના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાન માર્યા ગયા હતાં અને ત્યારબાદથી અમેરિકા અને ઈરાક વચ્ચે યુદ્ધના ભણકારીથી દુનિયા થથરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news